ઘાટલોડિયામાં યુવતી અને કૃષ્ણનગરમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

શહેરના ઘાટલોડિયા અને કૃષ્ણનગરમાં આત્મહત્યાના બે બનાવો બનતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં સીપીનગર નજીક વર્ધમાન ફલેટ પાસે આવેલા અર્જુનરત્ન એપાર્ટમેન્ટ ખાતે રહેતી ઘટા બંકિમભાઇ શાહ નામની રર વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં જ
મોડી રાત્રે પંખાના હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી નાખ્યું હતું પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી સઘન તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમ્યાન આ યુવતીને પોતાના કપડાંની પસંદગી બાબતે પરિવારજનો સાથે મનદુઃખ થતા લાગી આવવાથી તેણીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કૃષ્ણનગરમાં મહાવીરનગર હીરાવાડી ખાતે આવેલ કામેશ્વર પાર્કમાં રહેતા જિતેન્દ્ર ઝીણાભાઇ પ્રજાપતિ નામના ર૧ વર્ષીય યુવાને પણ પોતાના ઘરમાં સાંજના સુમારે
ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી.

You might also like