તરૂણીએ ભેદી સંજોગોમાં ગળાફાંસો ખાઈ અાપઘાત કરતા ચકચાર

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં રહેતી એક તરૂણીએ ભેદી સંજોગોમાં ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતા અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

અા અંગેની વિગત એવી છે કે સાબરમતી વિસ્તારમાં ન્યૂ રાણીપ ખાતે અાનંદ પાર્ટીપ્લોટ રોડ પર અાવેલ અાર્યન અાર્કેડમાં રહેતી શીખા પ્રદિપભાઈ સુથાર નામની ૧૬ વર્ષની તરૂણીએ પોતાના ઘરમાં જ પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઈ લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. પોલીસે અાત્મહત્યા કરનાર તરૂણીના ઘરના સભ્યો તેમજ અાજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધા છે, પરંતુ અા તરૂણીના અાપઘાત કરવા પાછળની કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અા ઉપરાંત સાબરમતી નદીમાં ચંદ્રભાઘા પૂલ નીચેથી એક અાધેડની લાશ મળી અાવતા પોલીસે અા અંગે તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like