જૂનાગઢમાં વિદ્યાર્થીની દ્વારા આપધાતનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ

જૂનાગઢમાં એક વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. જૂનાગઢની ગ્લોબલ નર્સિંગ સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આપઘાત કયા કારણોસર કર્યો તે જાણી શકાયું નથી.

બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલમાં વિદ્યાર્થિની હોસ્પિટલમાં જ દાખલ છે અને સારવાર હેઠળ છે.

વિદ્યાર્થિની પોતે પણ હજુ બેભાન અવસ્થામાં હોવાથી પોલીસ પૂછપરછ કરી શકી નથી. છોકરીના માતા પિતા પણ આ અંગે કશુ જાણતા નહીં હોવાનું કહી રહ્યા છે, એવામાં પોલીસ છોકરીના ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.

You might also like