ઝોકું આવ્યું ને ઊંઘી રહેલી આ સુંદરી સોશિયલ મીડિયામાં જાણીતી થઈ ગઈ

નવી દિલ્હીઃ ભારતમાં કોઈ મેચ રમાતી હોય અને દર્શક ઊંઘી જાય એવું તો બની જ ન શકે, કારણ કે ભારતીય ક્રિકેટ સ્ટાર રમતા હોય, દર્શકોની ભારે ભીડ અને ઘોંઘાટ હોય એમાં કોઈ કઈ રીતે ઊંઘી શકે? પરંતુ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ગત ગુરુવારે નવી દિલ્હીમાં રમાયેલી મેચમાં એક ભારતીય યુવતીએ ઊંઘી જઈને તમામને ચોંકાવી દીધા હતા. ટીવી-કેમેરામાં આ ઊંઘી રહેલી યુવતીનોફોટો વાઇરલ થયો હતો. મેચની પહેલી ઇનિંગ્સ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે આ યુવતી પોતાની બાજુમાં બેઠેલી એક ફ્રેન્ડના ખભા પર માથું નાખીને ઊંઘી ગઈ હતી. તેની ફ્રેન્ડે આ યુવતીને કહ્યું કે તું અત્યારે ટીવી સ્ક્રીન પર છે. આટલું સાંભળતાં જ એ યુવતી જાગી ગઈ. કેમેરામાં ઊંઘી ગયેલી પકડાઈ જતાં તે શરમાઈ ગઈ હતી. ફિરોજશાહ કોટલા મેદાનની સ્ક્રીન પર આ યુવતીને ઓછામાં ઓછી એક મિનિટ સુધી સતત ઊંઘેલી દેખાડવામાં આવી હતી. સ્ટેડિયમમાં હાજર રહેલા દર્શકો જ નહીં, ટીવી કોમેન્ટ્રેટર પણ તે જાગી જાય એ વિશે ચર્ચા કરતા હતા.

You might also like