યુવતીએ 20 બોયફ્રેન્ડ બનાવી તમામ પાસેથી આઇફોન ભેટ લઇ ઘર બનાવ્યું

લંડન : આઇફોન માટે લોકો શું શું નથી કરતા તે આપણે જાણીએ છીએ. આઇફોન માટે આપણે સાંભળ્યું છે કે કિડની પણ વેચી નાખી છે. હવે એવો કિસ્સો સામે આવ્યો છે જે પરેશાન કરનારો છે. ચીનની એક મહિલાએ 20 બોયફ્રેંન્ડ એટલા માટે બનાવ્યા જેથી તે બધા પાસેથી iphone -7 માંગી શકે છે. જો કે તેની પાછળનું પણ એક કારણ છે.

હકીકતમાં તે મહિલાએ ચીનની સોશ્યલ મીડિયા સાઇટ બીબો પર 20 લોકોને પોતાના બોયફ્રેન્ડ બનાવ્યા છે. ત્યાર બાદ તેણે દરેક પાસેથી પોતાની ગિફ્ટમાં આઇફોન -7 માંગ્યો અને તમામ તમામ બોયફ્રેન્ડે તેની ઇચ્છા પુરી પણ કરી. રિપોર્ટ અનુસાર તે યુવતીએ તમામ આઇફોન વેચીને 1,20,000 યુઆન એટલે એટલે લગભગ 1 લાખ 20 હજાર રૂપિયા ભેગા કરી લીધા.

આ રૂપિયાની મદદથી તેણે પોતાના માટે ઘર બુક કરાવ્યું. મકાનનું ડાઉન પેમેન્ટ તેણે આ રકમમાંથી જ ભરી દીધું. આ ખબર એક બ્લોગ પર લખવામાં આવી છે. તેના જણાવ્યા પ્રમાણે યુવતી ગરીબ પરિવારમાંથી આવે છે. તે ઘરમાં સૌથી મોટી છે. બ્લોગ પર લખ્યું છે, તેના માતા પિતા વૃદ્ધ થઇ રહ્યા છે અને તેઓને ઘર ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. તો પણ વિશ્વાસ નથી થતો કે તેણે આમ કર્યું છે.

You might also like