યુવતીના નામે પ્રોફાઈલ બનાવી FB પર બીભત્સ ફોટા મોકલનાર યુવાન ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય રાજ્યની યુવતી સાથે છોકરીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રતા કરી ફેસબુક મેસેન્જરમાં ફોટોશોપ દ્વારા છોકરીઓના ફોટા બિભત્સ બનાવી મોકલતાં એક યુવકની ગાંધીનગર પોલીસે ધરપકડ
કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છોકરીના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટા મોકલવા અંગેની ફરિયાદી અરજી ગાંધીનગર પોલીસને મળી હતી. ગાંધીનગર એલસીબીની ટીમે મળેલી માહિતીના આધારે કીર્તિકુમાર મહેશભાઇ વાઘેલા (ઉ.વ.ર૮, રહે વણકર વાસ, પેથાપુર)ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતાં છેલ્લા ઘણા સમયથી નિકિતા રાઠોડ તથા અન્ય ખોટા નામવાળી ફેસબુક પ્રોફાઇલ બનાવી અમદાવાદ, ગાંધીનગર, તેમજ અન્ય રાજ્યની યુવતીઓને ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મોકલતો હતો. મિત્રતા બાદ ફેસબુક મેસેન્જરમાં ચેટિંગ કરી મિત્રતા કરનાર યુવતીના ફોટા ફોટોશોપ દ્વારા બિભત્સ બનાવતો હતો. આ ફોટા તે યુવતીઓના મેસેન્જરમાં મૂકી હેરાન-પરેશાન કરતો હતો. યુવતીઓ પાસે બિભત્સ માગણી પણ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like