થરાદના વાડિયામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો

થરાદ : થરાદના વાડિયાના ત્રણ શખસોએ સગીરાને વેશ્યાવૃતિમાં ધકેલવાના ઇરાદે તેણીને મહિનાઓ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વાડિયા ગામની પંદર વર્ષીય સગીરાને તેના ગામના કાળાભાઇ ઇશ્વરભાઇ સરાણિયા, સેંધાભાઇ ભુરાભાઇ સરાણિયા તથા ભગાભાઇ ખોડાભાઇ સરાણિયા ત્રણેય હેરાન કરતા હોઇ ગત ૧૯ ઓકટોબરે પોલીસ મથકમાં અરજી આપતાં આ બાબતની ખબર પડતાં તેઓ બીજા દિવસે સાંજે તેણીનું મોઢું દબાવી ગાડીમાં ઉપાડી જઇ રાજસ્થાનના સામરડામાં કાળા ઇશ્વરભાઇના બનેવીને ત્યાં લઇ ગયા હતા.

એક મહિનો ગોંધી રાખી રોજ સાંજે તેણીના મોંઢે ડૂચા મારી કાળો બળજબરી કરતો હતો. અને સેંધો તથા ભગો ફોટા પાડતા હતા. તેણીને બહાર નહીં નિકળવા દેતાં તેની માતાએ શોધખોળ કરતાં તેણી મળી નહીં આવતાં સમાજને એકઠો કર્યો હતો. આથી કાળાના ભાઇ તારાભાઇએ તેને સમાજ સમક્ષ પાછી લઇ આવવાની બાંહેધરી આપતાં એક મહિના પછી રાજસ્થાનથી કાળા પાસેથી છોડાવી તેની માતાને સોંપી હતી.

જેના દસ દિવસ પછી ફરીથી પાછું ત્રણેય જણાએ તેણીનું તેના ઘેરથી અપહરણ કરી ગામમાં જ કાળાના ઘરમાં જ પૂરી દઇ દુષ્કર્મ ચાલુ રાખ્યું હતું. જેનો પ્રતિકાર કરતાં તેણીને માર પડતો હતો. આ બનાવની તેની માતાને ખબર પડતાં તેણી પુત્રીને છોડાવવા પરત આવતાં કાળાએ ફસાવી દેવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ સગીરા ઘરમાંથી ભાગવામાં સફળ રહેતાં ફરી પાછો ઉપાડી જઇ તું મારી બૈરી છે અને બીજાની બૈરી બનાવી ધંધો કરાવી મોટા પૈસા કમાવવાની ધમકીઓ આપતાં તેણીએ ડરીને માતા સાથે ગામ છોડી દઇ પાલનપુર આવી ગઇ હતી. પરતુ ત્યાં પણ ત્રણેય જણા તેણીને ઉપાડી જવા આવતાં તેણીની માતાએ બૂમાબૂમ કરતાં ત્રણેય ભાગી છુટ્યા હતા. આ બનાવની તેણીની માતાએ થરાદ તથા પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણેય શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like