છોકરીને ચાલુ ટ્રેને સેલ્ફી લેવી ભારે પડી, ટ્રેનમાંથી પડકાતાં હોસ્પિટલમાં દાખલ

અલ્હાબાદ: સેલ્ફીના ચક્કરમાં લોકો જીવને જોખમમાં મુકી રહ્યાં છે. સતત ઘણી ઘટનાઓ સામે આવવા છતાં સેલ્ફીના ચક્કરમાં લોકો જીવ સાથે રમત રમી રહ્યાં છે. તાજેતરમાં યુપીના અલ્હાબાદ જિલ્લામાં એક છોકરી સેલ્ફીના લેતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગઇ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બ્રહ્મપુત્ર મેલના એસી કોચમાં મુસાફરી કરી રહેલી છોકરી અલ્હાબાદ યમુના નદી પર બનેલા પુલ પર ટ્રેનમાંથી સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું અને તે ટ્રેનમાંથી નીચે પડી ગઇ.

યુવતી ટ્રેનમાંથી નીચ પડી ગઇ તો કોચમાં હાજર મુસાફરોએ તાત્કાલિક ચેન ખેંચીને ટ્રેનને રોકી હતી. ચાલુ ટ્રનમાંથી પડવાના લીધે તેને ઇજા પહોંચી છે. છોકરીનું નામ બબિતા સોરયા હોવાનું જાણવા મળ્યું છે. તેની ઉંમર 17 વર્ષની છે. તાજેતરમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.

તમને જણાવી દઇએ કે ગત મહીને મુંબઇના બાંદ્રા બેંડસ્ટેંડ પર પિકનિક મનાવવા ગયેલી 18 વર્ષની છોકરી સેલ્ફી લેતાં પાણીમાં પડી ગઇ. તેને બચાવવા માટે એક યુવકે પાણીમાં છલાંગ લગાવી પરંતુ બંને ડૂબી ગયા. તો બીજી તરફ ગત વર્ષે મુંબઇમાં ટ્રેનના છાપરા ઉપર ઉભા રહીને સેલ્ફી લઇ રહેલા નવ વિદ્યાર્થી હાઇટેંશન લાઇનની ચપેટમાં આવી ગયા હતા અને જેથી તેમનું મોત નિપજ્યું હતું.

You might also like