Categories: Gujarat

પ્રેમીને પામવા માટે રોજ બનતીકાળ ભૈરવ : સમાજસુરક્ષા વિભાગે કરવુ પડ્યુ રેસક્યું

રાજકોટ : શહેરનાં કેનાલ રોડ પર કૃષ્ણ ભવન નામના મકાનમાં એક મહિલા છેલ્લા 2 વર્ષથી તાંત્રિક વિદ્યા કરી રહી હોવાની બાતમીના આધારે સમાજ સુરક્ષા વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં મહિલા સહિત તેની માતા અને ભત્રીજીને પકડી પાડ્યા હતા. મહિલાના પિતાએ જણાવ્યું કે મારી પુત્રી તાંત્રિકવિધિ કરી ઘરમાં નગ્ન થઇને નાચતી હતી. તેમજ મને પણ ઘરમાં પ્રવેશવા દેતી નહોતી.

ચીમનભાઇ રાઠોડે જણાવ્યું કે મારી મોટી પુત્રી પલ્લવી પ્રેમીને મેળવવા માટે મેલી વિદ્યાના રવાડે ચડી હતી. પ્રેમીને પામવા માટે તેણે કાળ ભેરવનો વેશ ધારણ કર્યો હતો. તાંત્રિક વિધિ કરતી હતી. મારી પત્ની હંસાબેન અને પુત્ર ભરતની પુત્રીને પણ વશમાં કરી લીધા હતા. પલ્લવી પોતાના મોઢા પર કાળી મેશ લગાડીને આખા ઘરમાં નૃત્ય કરતી હતી.

પલ્લવી પોતાને કાળ ભૈરવ ગણાવતી હતી અને તેના કારણે તે પોતાની સાથે કાળભેરવના પ્રતિક સમાન બે કુતરા પણ રાખતી હતી. કોઇ અજાણ્યા વ્યક્તિને કુતરા અંદર આવવા દેતા નહોતા. જેથી સમાજ સુરક્ષા વિભાગે પલ્લવીને નારી સંરક્ષણ કેન્દ્ર અને 15 વર્ષની ભત્રીજીને સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સમાં ખસેડી હતી. પલ્લવીની સાઇકોલોજીકલ સારવાર ચાલુ કરાશે.

Navin Sharma

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

12 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

12 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

12 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

13 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

13 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

14 hours ago