UPમાં અવળી ગંગા : લગ્નની ના પાડતા યુવતીએ કર્યો એસિડ એટેક

બિઝનોર : બિઝનોરનાં મંડાવર વિસ્તારમાં અવળી ગંગા વહી હોય તેવું લાગી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ પોતાનાં એસિડ એટેકનાં કારણે પણ વારંવાર ચર્ચામાં આવતું હોય છે. જો કે દર વખતે એસિડ એટેક કોઇ યુવક દ્વારા કરવામાં આવતો હોય છે. જ્યારે આ વખતે યુવક પર એસિડ એટેક કરવામાં આવ્યો છે અને તે પણ એક યુવતિ દ્વારા. યુપીનાં બિજનોરમાં એક યુવતીએ યુવક સમક્ષ પોતાનાંપ્રમેનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે યુવકે તે અંગે ના પાડતા યુવતીએ એસિડ હૂમલો કર્યો હતો. જેમાં યુવકનો 20 ટકા જેટલો ચહેરો સળગી ગયો છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એસિડ એટેક બાદ છોકરાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ છોકરાની સ્થિતી સામાન્ય છે. સૂત્રો અનુસાર છોકરાનું આરોપી છોકરી સાથે અફેર હતું. જો કે બંન્ને અલગ અલગ ધર્મનાં હોવાનાં કારણે બંન્નેના લગ્ન સંભવ નહોતા. પરંતુ યુવતીએ પોતાનાં બર્થડે પર છોકરાને પોતાનાં ઘરે બોલાવ્યો હતો. બર્થડેની ઉજવણી કર્યા બાદ બંન્નેએ સાથે ડીનર પણ કર્યું હતું. ડીનર સમયે જ યુવતીએ તેને લગ્ન માટેનો પ્રસ્તાવ છોકરા સમક્ષ મુક્યો હતો.

છોકરાએ લગ્નનાં પ્રસ્તાવને તેમ કહીને ના પાડી હતી કે બંન્નેનાં ધર્મ અલગ હોવાથી લગ્ન શક્ય નથી. જો કે યુવતી તે સમયે કાંઇ બોલી નહોતી. પરંતુ થોડા સમય બાદ તેણે યુવકને ફોન કરીને ફરીથી પોતાનાં ઘરે બોલાવ્યો હતો અને તેનાં ચહેરા પર એસિડ ફેંક્યું હતું. જો કે સાથે મિત્ર હોવાથી તુરંત જ તેને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

You might also like