ગિરિરાજસિંહનો આરોપ નીતીશ કરાવવા માંગે છે મારી હત્યા

નવી દિલ્હી : નવાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર મોટો સંગીન આરોપ લગાવ્યો છે. રામનવમી પ્રસગે નિકળનારી શોભાયાત્રામાં નવાદ પહોંચેલા ગિરિરાજસિંહે કહ્યું કે નીતિશ કુમાર તેમની હત્યા કરાવવા માંગે છે. તેમણે કહ્યું કે આ કારણે તેઓ હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. 2 દિવસ પહેલા જ પટનામાં રામનવમીમાં એક કાર્યક્રમમાં મંચ પર તેમની મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વિવાદ થયો હતો. તે જ સમયે ત્યાં રહેલા ગવર્નર રામનાથ કોવિન્દ, શિક્ષણ મંત્રી અશોક ચૌધરી અને સાધ્વી ઋતુંભરા પણ હાજર હતા.

રામનવમી પ્રસંગે ભગવાન શ્રીરામના પોસ્ટર ફાડવાનાં વિવાદમાં નવાદા શહેરના સદ્ભાવના ચોક પર 2 સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બંન્ને જુથો દ્વારા ભારે પથ્થરમારો થયો હતો. જેમાં ઘણા મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા હતા. મોકાનો ફાયદો ઉઠાવતા ઘણા અસામાજીક તત્વોએ દુકાનોને આગ લગાવી દીધી હતી. જેને કાબુમાં લેવા પોલીસે મોટા પ્રમાણમાં ફાયરિંગ કરવું પડ્યું હતું.

જો કે હજી પણ વિસ્તારમાં પરિસ્થિતી તણાવપુર્ણ છે. તંત્ર અને પોલીસનાં ઘણા મોટા અધિકારીઓ હજી પણ વિસ્તારમાં રોકાયેલા છે. મોટા પ્રમાણમાં પોલીસ દળ હજી પણ વિસ્તારમાં ગોઠવી દેવાઇ છે.

You might also like