મલેશિયામાં ગીર-સોમનાથની ખેડૂતની દીકરીએ વગાડ્યો ડંકો, જીત્યો ગોલ્ડમેડલ

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના લાટી ગામની ખેડૂતની દીકરીએ ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યુ છે. ભારતી સોલંકી નામની દીકરીએ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં 3 ગોલ્ડમેડલ મેળવીને લાટી ગામનું ગૌરવ વધાર્યુ છે.

આંતરરાષ્ટ્રીય યોગ ઇવેન્ટમાં એક સાથે ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને મલેશિયામાં ભારતનો ડંકો વગાડયો છે .ગ્રામજનોએ દીકરીનું ઢોલ નગારા સાથે ભવ્ય સન્માન કર્યુ હતું. આ સ્પર્ધામાં દુબઇ, થાઇલેન્ડ, મલેશિયા સહિતના 16 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આઇવાય-6, આઇવાય -સી સ્પર્ધામાં ભારતીએ 2 ગોલ્ડ તેમજ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, તાલુકાથી લઇને જિલ્લા,રાજય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીએ અનેક ઇનામો જીત્યા છે.દીકરીની જીત જોઇને માતા પિતા ભાવ વિભોર થઇ ગયા હતા.

You might also like