સોમનાથ દાદાના દર્શને આવતા ભાવિકો માટે મુકાયું ‘પાણીનું ATM’

ગીર-સોમનાથ: સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને હવે નહીં પડે પીવાના પાણીની સમસ્યા. શ્રદ્ધાળુઓ માટે પાણીનું એટીએમ શરૂ કરાવવામાં આવ્યું છે. માત્ર એક રૂપિયાનો સિક્કો નાંખો અને 1 લિટર પાણી મળશે. આ પાણી ઠંડુ પણ હશે જેનાથી દર્શન કરવા આવતા લોકોને તકલીફ નહીં પડે.

દેશના જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમને પીવાનું માત્ર 1 રૂપિયામાં 1 લિટર મળશે. જો કે પહેલા પણ પીવાના પાણીની સગવડ હતી પરંતુ માત્ર મંદિર પરિષરમાં વ્યવસ્થા હતી.

પરંતુ ત્રિવેણી ઘાટ સુધી પાણીની વ્યવસ્થા હતી નહી. જેના કારણે લોકોને તકલીફ પડતી હતી. પરંતુ હવે આ તકલીફ કોઈને પડશે નહીં. મંદિર બહાર રામમંદિર પાસે પાણીનું એટીએમ મુકવામાં આવ્યું છે. આ એટીએમમાં પૈસા નાંખતા જ પાણી મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવ મંદિર નજીક નિર્માણ પામેલા રામ મંદિર ખાતે ગુજરાત યાત્રા ધામ બોર્ડ દ્વારા વોટર એટીએમ ખુલ્લું મુકાયું છે. લાંબા સમયથી શ્રદ્ધાળુઓને પીવાના પાણીની સમસ્યા હતી. જેને લઈને અનેક વાર લોકોએ સોમનાથ ટ્રસ્ટમાં રજૂઆત કરી હતી.

જેને ધ્યાને લઈને તેમને યાત્રાધામ વિકાસ બોર્ડમાં રજૂઆત કરી હતી.જેથી સોમનાથ મંદિર બહાર પીવાનું પાણીની સગવડ કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડને 10 જેટલા વોટર એટીએમ મુકવા માંગ કરી હતી. આખરે યાત્રા ધામ બોર્ડ દ્વારા એક વોટર એટીએમ લગાવવામાં આવ્યું છે અને લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

You might also like