કાળઝાળ ગરમીથી બચવા એક સાથે 8 સિંહોનો પાણી પીતો VIDEO વાઇરલ

ગીર સોમનાથઃ કાળઝાળ ગરમીથી માત્ર માનવી જ નહીં પરંતુ મુંગા પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ગયાં છે. એવું કહેવાય છે કે, સિંહોનાં ટોળાં ના હોય. પરંતુ આ કહેવત આજે ખોટી સાબિત થઈ છે.

ઉનાનાં છેવાળાનાં ગામ વિસ્તારમાં એક સાથે 8 સિંહનું ટોળું જોવાં મળ્યું. હાલ જંગલમાં વાયા-વોકળા સુકાઈ ગયાં છે. ત્યારે આ સિંહોનું ટોળું પોતાની તરસ છીપાવવા જંગલની બહાર સુધી ધસી આવ્યું હતું અને છેવાડે આવેલા એક કુંડામાં પાણી પીતાં એક સાથે જોવાં મળ્યાં હતાં.

મહત્વનું છે કે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ગરમીનો પારો આસમાને જઇ ચડ્યો છે ત્યારે સ્વભાવિક છે કે મહત્વનું છે કે કુદરતી સ્ત્રોત સુકાવા લાગતાં હવે વન્ય જીવોને પાણી માટે મુશ્કેલી ન સર્જાય એટલાં માટે વન વિભાગે અબોલા જીવો માટે પાણીની વ્યવસ્થા શરૂ કરી છે. કુંડીઓને પાણીથી ભરવા માટે પવન ચક્કી તેમજ ટાંકાનો ઉપયોગ કરીને બે દિવસે તેમાં પાણી પણ ભરવામાં આવે છે.

જેથી વન્ય પ્રાણીઓ પીવાનાં પાણી માટે જંગલ બહાર નીકળી ન જાય તે માટે વન વિભાગે કૃત્રિમ પાણીનાં સ્ત્રોત પણ ઉભા કર્યા છે. ઉનાળો ચરમ સીમાએ છે ત્યારે આ વર્ષે રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. મનુષ્યો પણ આ વર્ષે ગરમીથી ત્રસ્ત થઈ ગયાં છે. જેથી ઉનાનાં છેવાડે આવેલાં પાણીનાં એક કુંડા પાસે એક સાથે 8 સિંહો પોતાની તરસ છીપાવતાં કેમેરામાં કેદ થયાં છે જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.

You might also like