પ્રજાસત્તાક દિનની રાજ્ય સ્તરીય ઉજવણી ગીર-સોમનાથમાં

અમદાવાદ: રાષ્ટ્રના પ્રજાસત્તાકપર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૧૬ની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત ગીર-સોમનાથ જિલ્લા ખાતે યોજાશે. રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં સવારે ૯.૦૦ વાગે રાષ્ટ્રના ત્રિરંગાને સલામી અર્પી ધ્વજવંદન કરાવશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ, સંસદીય સચિવો અને જિલ્લા કલેકટરો સવારે ૯.૦૦ વાગ્યે ધ્વજવંદન કરશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ભરૂચના વાગરા, કેબિનેટ મંત્રીઓ નીતીન પટેલ જામનગર, રમણલાલ વોરા કડી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બોરસદ, મંગુભાઇ પટેલ સુરતના મહુવા, સૌરભ પટેલ દહેગામ, બાબુભાઇ બોખીરિયા પોરબંદરના રાણાવાવ, વિજય રૃપાણી માંડલ તેમજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર તાપીના કુકરુમુંડામાં ધ્વજવંદન કરશે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓ શંકર ચૌધરી ઝાલોદ, વસુબહેન ત્રિવેદી મોરબી, પ્રદિપસિંહ જાડેજા માતર, જયંતી કવાડિયા ઉપલેટા, નાનુભાઇ વાનાણી બોડેલી, દિલીપ ઠાકોર માંડલ, પરસોત્તમ સોલંકી બોટાદ, જશા બારડ જુનાગઢ, છત્રસિંહ મોરી રાજપીપળા, જયદ્રથસિંહ પરમાર તલોદ, રજનીકાંત પટેલ બનાસકાંઠાના લાખણી, ગોવિંદ પટેલ વાપી, જયેશ રાદડિયા ભાવનગર ગ્રામ્ય, બચુભાઇ ખાબડ માલપુર અને કાંતિ ગામીત ગોધરામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે.
સંસદીય સચિવો વાસણ આહીર ભાણવડ, રણછોડ દેસાઇ બાલાસિનોર, ભરતસિંહ ડાભી પાટણના સરસ્વતી, શામજી ચૌહાણ નવસારી અને જેઠાભાઇ સોલંકી વઢવાણ ખાતે ધ્વજવંદન કરશે.

You might also like