2 સિંહો પાછળ કેટલાંક અસામાજિક તત્વોએ પૂરઝડપે દોડાવી કાર, VIDEO વાયરલ

ગીર સોમનાથઃ સિંહની પજવણીનો ફરી વાર વધુ એક વીડિયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યાં તમે વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકશો કે, ગામનાં લોકોએ 2 સિંહોની પાછળ પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી.

તેઓએ કાર દોડાવીને સિંહની પજવણી કરતાં હતાં. ત્યારે સિંહ સંવર્ધનનાં દાવાને પડકારતા સિંહની પજવણીનો આ વીડિયો વાયરલ થયો છે. જો કે વારંવાર આવા સિંહની પજવણીનાં વીડિયો અવારનવાર વાયરલ થાય છે છતાં વન વિભાગ દ્વારા આ મામલે કોઈ જ પગલાં લેવામાં નથી આવતાં.

મહત્વનું છે કે ગીર વિસ્તાર એટલે કે સાવજોનું અને અન્ય વન્ય જીવસૃષ્ટિનું ઘર. ત્યારે આ પ્રાણીઓને તેમનાં જ ઘરમાં લોકો દ્વારા સતત હેરાન કરવામાં આવી રહેલ છે. તમે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકો છો કે તેઓને હેરાન કરવામાં કોઇ જ કચાશ બાકી રાખવામાં નથી આવી. કેટલાંક અસામાજિક તત્વો દ્વારા પ્રાણીઓની હેરાનગતિ કરવામાં આવે છે.

ગામનાં રહેણાંક વિસ્તારમાં જ આવી ચઢેલાં 2 સિંહો પાછળ કાર દોડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ આવાં અનેક વીડિયો વાયરલ થયેલાં છે. ત્યારે હવે એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે કેમ આવાં અસામાજિક લોકો સામે વન વિભાગ દ્વારા કોઇ પણ પ્રકારનાં પગલાં લેવામાં નથી આવતાં.

You might also like