અમરેલીમાં ગરમીથી પરેશાન સિંહોનું ઝુંડ એક સાથે આવ્યું પાણી પીવા, VIDEO વાયરલ

અમરેલીઃ રાજ્યભરમાં ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સિંહોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 11 સિંહો એક સાથે પાણી પીતા જોવા મળી રહ્યાં છે.

આ વીડિયો ગીર પૂર્વનો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહ ત્વનું છે કે, વન વિભાગ દ્વારા સિંહોને પુરતું પાણી મળી રહે તે માટે અલગ-અલગ પાણીનાં પોઈન્ટ બનાવવામાં આવ્યાં છે. ત્યારે હવે સિંહોનું ટોળું પાણી પી રહ્યું હોય તેવો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે. ત્યારે આવી ધકધકતી ગરમીમાં માનવીથી લઇને પશુ-પક્ષીઓ એમ દરેક સજીવ સૃષ્ટિ પાણીની તરસ છીપાવવા માટે તડપતા હોય છે.

ત્યારે એવામાં જ તાજેતરમાં જ સિંહોનો પણ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઉનાળોમાં ધકધકતી ગરમી આગનાં ગોળા વરસાવી રહ્યાં છે એવામાં તાજેતરમાં જ જંગલમાં વન્ય પ્રાણીઓને ધ્યાનમાં રાખીને ગીર અભ્યારણ્યમાં પ્રાણીસૃષ્ટિ માટે પાણીનાં પોઇન્ટો બનાવીને પાણીની વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

મહત્વનું છે કે આ ઉનાળાની ગરમીમાં તાપમાનનો પારો ઊંચકાઇ ગયો છે ત્યારે વન્ય જીવોને ગરમીનો ભારે સામનો કરવો પડે છે. જેથી પાણીની શોધમાં સિંહોએ છેક લાંબા ગાળા સુધી રઝળપાટ કરવો પડે છે.

જેને જોતાં તાજેતરમાં જ અમરેલીમાં પાણીની શોધમાં સિંહનું એક ઝુંડ પાણી પીવા માટે નિકળી પડ્યું હતું. પાણી મળતાં જ એક સાથે આ વનરાજાનાં ઝુંડે પાણી પીને પોતાની તરસ છીપાવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

You might also like