જંગલના રાજાનું વેકેશન સમાપ્ત, ગીરનું જંગલ સહેલાણીઓથી ધમધમશે

દિવાળીના વેકેશનમાં ફરવાના શોખીન સહેલાણીઓ માટે આનંદના સમાચાર છે. આજથી ગીર અભયારણ્ય સાસણ ખાતે એસિયાટિક વનરાજોનું વેકેશન પૂર્ણ થયું છે. જેના કારણે આજથી સહેલાણીઓ માટે સિંહ દર્શનનો માર્ગ મોકળી થઇ ગયો છે. પ્રવાસીઓ આજથી સિહં દર્શનનો લહાવો લઇ શકશે. વન અધિકારીઓએ પ્રવાસીઓની ટુકડીને લીલી ઝંડપી આપી સિંહ દર્શનનો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી વન વિભાગ દ્વારા સિંહોના સંવનનકાળને ધ્યાનમાં લઇને ચોમાસામાં સિંહદર્શન બંધ કરી દેવામાં આવે છે અને આ પ્રતિબંધ 15 ઓક્ટોબર સુધી રહેતો હોય છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો સાસણગીર ખાતે સિંહ દર્શ મોટા પ્રમાણમાં ઘસારો રહેતો હોય છે.

You might also like