ભારતમાં લોન્ચ થયો Gionee Pioneer P5 મિની સ્માર્ટફોન, કિંમત 5,349 રૂપિયા

નવી દિલ્હી: નાઇજીરિયા બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં જિયોનીએ પોતાનો નવો સ્માર્ટફોન Pioneer P5 મિની લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન રેડ, બ્લેક, વ્હાઇટ, બ્લ્યૂ, યલો અને ગોલ્ડ કલરના વેરિએન્ટમાં કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત 5,349 રૂપિયા છે.

શું છે ખાસિયત
જિયોનીનો આ ફોન એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર કામ કરે છે જેમાં એમિગો 3.1 સ્ક્રીન આપવામાં આવી છે. આ સાથે જ સ્માર્ટફોનમાં 1.3 ગીગાહર્ટઝ ક્વાડ-કોર પ્રોસેસર અને રેમ 1GB છે. તેની ઇન્ટરનલ મેમરી 8 GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 128GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે ખાસ ફિચર્સ
ફોટોગ્રાફી માટે તેમાં 5 મેગાપિક્સલ રિયર અને 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવમાં આવ્યો છે. કેમેરા એપ્સની વાત કરીએ તો જિયો-ટેગિંગ સ્કેન, જીઆઇએફ, પેનોરમા, ફેસ બ્યૂટી, પિક નોટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

દમદાર લીથિયમ-આયન બેટરી
તેમાં 1850mAhની લીથિયમ-આયન બેટરી છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન સ્ટેડબાય પર 277 કલાક અને 2જી નેટવર્ક પર 18.5 કલાક જ્યારે 3જી નેટવર્ક પર 9.25 કલાક ટોક ટાઇમ આપશે. આ મોબાઇલનું વજન ફક્ત 153 ગ્રામ છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ડુઅલ-સિમ સ્માર્ટફોન બ્લ્યૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ અને એ-જીપીએસને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ઇકો મોડ, એમી લોકર, સ્માર્ટ ગેસ્ચર, મૂડ કાર્ડ, જી સ્ટોર, ચાઇલ્ડ મોડ જેવા ફિચર્સથી સજ્જ છે.

You might also like