ભારતમાં લોન્ચ થયો દમદાર બેટરીવાળો સ્માર્ટફોન Marathon M5 Plus

નવી દિલ્હી: દમદાર બેટરીવાળો સ્માર્ટફોન Marathon M5 Plus ભારતમાં આવી ચૂક્યો છે અને તેની કિંમત 26,999 રૂપિયા છે. જો કે કંપની તેને 28 એપ્રિલના રોજ સત્તાવાર રીતે લોન્ચ કરવાની તૈયારીમાં છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફોનમાં 5,020mAhની ઓપ્ટિમાઇઝ્ડ બેટરી આપવામાં આવી છે. વધુ બેટરી યૂઝ કરનાર એપ્સ વિશે આ ફોન તમને જણાવી દેશે. આ ઉપરાંત તેમાં ફાસ્ટ ચાર્જિંગ ફિચર્સ પણ આપવામાં આવ્યું છે. એટલે કે દમદાર બેટરીને 1 કલાક 57 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકશો.

મેટલ યૂનિબોડીવાળા આ સ્માર્ટફોનમાં 6 ઇંચની ફૂલ એચડી સ્ક્રીનની સાથે ઓક્ટાકોર પ્રોસેસર અને 3GB રેમ આપવામાં આવી છે. આ સાથે જ ઇન્ટરનલ મેમરી 64GBની છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 128GB સુધી કરી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ બેસ્ડ એમીગો ઓએસ પર કામ કરે છે. તેમાં કનેક્ટિવિટી માટે સ્ટાડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં યૂએસબી ટાઇપ સી, 4G એલટીઇ, વાઇફાઇ, બ્લ્યૂટૂથ અને જીપીએસનો સમાવેશ થાય છે.

You might also like