સાવધાન! આદુની ચા પીતા પહેલા જાણો

આદુની ચા આપણા સ્વાસ્થ્યને ખૂબ જ લાભ પહોંચાડે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે આદુની ચા પીવાથી આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઇ શકે છે. આદુની ચા વધારે પ્રમાણમાં પીવાથી લોકોને છાતીમામ બળતરા, પેટ ખરાબ થવું જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

1. ગર્ભવતી મહિલાને આદુનું સેવન કરવું જોઇએ. એનાથી ગર્ભસ્થ બાળક પર ખરાબ અસર પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન આદુનું સેવન મા અને બાળક બંને માટે ખતરનાક છે કારણ કે એનાથી ગર્ભપાત પણ થઇ શકે છે. એટલા માટે સારું રહેશે કે ગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા નું સેવન કરતાં પહેલા તમારા ડોક્ટર પાસેથી સલાહ લો.

2. આદુની ચા નું વધારે સેવન તમારી પાચન ક્રિયાને બગાડી શકે છે. એના કારણે મોઢામાં બળતરા , ડાયરિયા, ઉબકા અને છાતીમાં બળતરાની સમસ્યા પણ થઇ શકે છે.

3. એના વધારે પડતાં સેવનથી શરીરમાં એસિડનું નિર્માણ થવાથી એસિડીટી થાય છે. આ ઉપરાંત ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોને કોઇ પણ રૂપે આદુનુ સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આદુ શરીરમાં ખાંડના પ્રમાણને ઓછું કરી દે છે, જેનાથી હાયપોગ્લાસેમિયા થઇ શકે છે.

You might also like