ઇનામો બાદ મહિલા ક્રિકેટર્સ સ્પોન્સર્સની રાહ જોઈ રહી છે

નવી દિલ્હી: ભારતની મહિલા ક્રિકેટરો અચાનક લાઇમ લાઇટમાં આવી ગઈ છે અને હવે આશા રાખી રહી છે કે લંડનમાં આઇસીસી મહિલા વર્લ્ડ કપમાં નોંધપાત્ર દેખાવ બદલ મળી રહેલાં આકર્ષક રોકડ ઇનામો પછી પુરુષોની રમતની જેમ કરોડો રૂપિયાની સ્પોન્સરશિપ પણ તેઓના ફાળે આવશે.

પંદર સભ્યની ટીમમાંથી દસ ખેલાડી ઇન્ડિયન રેલવેની કર્મચારી હોવાથી નોકરીની તો સલામતી છે જ, પણ તેઓનું માનવું છે કે ટોચની કોર્પોરેટ કંપનીઓએ મહિલા ક્રિકેટમાં પણ સ્પોન્સરશિપનો ફાળો આપવો જોઈએ. મિતાલી રાજે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. ૧૯ વર્ષની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનો જ્યારે એક કોર્પોરેટ કંપનીએ સંપર્ક કર્યો ત્યારે તેને ખબર નહોતી કે શું કરવું? જોકે સ્પોન્સર મળવાને કારણે તે ખુશ છે.

જ્યારે મહિલા ટીમની અન્ય ખેલાડીઓ પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ અને એક્તા બિષ્ટનો હજુ સુધી કોઈ સ્પોન્સરે સંપર્ક કર્યો નથી. પૂનમે કહ્યું, ”મોટી કોર્પોરેટ કંપનીઓ અમારામાં ઇન્વેસ્ટ કરે એ વિચારવું વધુ પડતી ઉતાવળ છે. આના માટે થોડો સમય લાગશે. અત્યારે તો રેલવે જ અમને સપોર્ટ કરી રહી છે. સ્પોન્સરશિપ અને કંપનીઓ સાથે કરાર માટા માટે નવી વસ્તુ છે.”

You might also like