તો, આ છે તમારા નવા ‘દયા ભાભી’, તમે ચહેરો જોઈને ખુશ થઈ જશો!

હવે આ સમાચાર પાક્કા થઈ ગયા છે કે દયા બેન એટલે કે દિશા વાકાણી સબ ટીવી પરનો શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. દિશા વાકાણી પોતાની દીકરીના ઉછેર માટે આ શૉ છોડી રહી છે. હવે સાંભળવા મળી રહ્યું છે કે જિયા માણિક આ સિરીયલમાં દયાનું પાત્ર ભજવશે.

‘સાથ નિભાના સાથિયા’ સિરીયલમાં ગોપી વહુથી પ્રખ્યાત થયેલ જિયાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે લોકો ગોપીને દયા તરીકે પણ જોવાની પસંદ કરશે. સિરીયલ મેકર્સનું કહેવું છે કે દયા જેવા જ ચહેરાની જરૂર હોવાથી અમે જિયા માણેકની પસંદગી કરી છે.

જો કે આ રોલ માટે 300 ઑડિશન લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિયા માણિક ટીવી અભિનેતા અલી અસગર સાથે ‘જિની ઑર જૂજૂ’ સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે. જો કે જિયા માટે આ શૉ નવો જ સાબિત થશે. દયા તરીકે દિશા વાકાણીને લોકો ખૂબ પસંદ કરતા હોવાથી આ રોલ જિયા માટે ચેલેન્જિંગ સાબિત થશે.

આ છે નવી દયા બેન…

You might also like