આ રેસ્ટોરન્ટમાં ભૂત પ્રેત પીરસે છે જમવાનું અને કરે છે પાર્ટી

તમે તમારા પરિવાર સાથે સારું ડિનર કરવા ઇચ્છો છો અને એ પણ એવી જગ્યા જે ઘણી ખાસ હોય. એક વખત એવું વિચારી જોવો કો આ જગ્યા પર તમને ભૂત મળી જાય અને એ પણ જમવાનું પીરસો તો શું થાય. આજે અમે તમને ેક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં આવનારા લોકોને ભૂત આત્મા જમવાનું આપે છે અને પાર્ટી પણ તેમની વચ્ચે થાય છે અને એ પણ આખીરાત. ચલો તો જાણીએ આ રેસ્ટોરન્ટ વિશે.

ghost-4

1. લા માસિયા એન્કાન્ટડા રેસ્ટોરન્ટ
સ્પેનની આ રેસ્ટોરન્ટ લા માસિયા એન્કાન્ટડાની નામથી જાણી શકાય છે. અહીંના વેટરો ભૂતોની થીમમાં રહીને જ ઓર્ડર લે છે અને જમવાનું આપવાની સાથે પાર્ટી પણ કરે છે.

ghost
2. હોન્ટેડ રેસ્ટોરન્ટનો ઇતિહાસ
કહેવામાં આવે છે કે આ પાછળ એક રાઝ છે. હકીકતમાં 17મી શતાબ્દી દરમિયાન જોસફ મા રિએસએ માસિયા બનાવડાવી અને સુરોકાએ માસિયા સેન્ટા રોઝા બનાવડાવ્યું હતું. સમય પસાર થવાની સાથે બંનેમાં પ્રોપર્ટીને લઇને વિવાદ થવા લાગ્યો અને બંનેએ તેનો ઉકેલ લાવવા માટે કાર્ડ ઉછાળીને તેનો નિર્ણય કરવાનું વિચાર્યુ અને નિરણય લીધો. ઘણા વર્ષો સુધી આ ઇમારત બંધ રહેવાના કારણે સુરોકાના વંશોએ વર્ષ 1970માં એક રેસ્ટોરન્ટ બનાવી દીધી. લોકોનું માનવું હતું કે એમાં કંઇક અજીબ વાતો છે. તે તેનો ઉપાય શોધવા માટે એને હોન્ટેડ રેસ્ટોરન્ટના રૂપમાં ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને આજ સુધી આ આવી જ રીતે ચાલી રહી છે.

ghost-2

3. ભૂત પ્રેત બનીને કામ કરે છે કર્મચારી
આમાં કામ કરનારા દરેક વર્કર ભૂતોના કપડાં પહેરીને એવી જ રીતના મેકઅપમાં કામ કરે છે. આ રેસ્ટોન્ટની ખાસ વાત એ છે કે જો તમારે આ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવું હોય તો તેના માટે સમય બિલકુલ નિર્ધારિત છે. અહીંયા આવનાર લોકોનું લાલા રંગથી સ્વાગત અને ચપ્પા અને હથિયારથી કરવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં જમવાનું જમ્યા પછી ગ્રાહકો માટે ખાસ શોનું આયોજન કરવામાં આવે છે. જે ગ્રાહકોને ખૂબ મનોરંજન કરાવે છે. જે લોકો ભૂત આત્મા સાથે રાત પસાર કરવા માંગે છે તેમના માટે આ રસપ્રદ જગ્યા છે. આ થીમના કારણે અહીં આવનારા લોકોની ભીડ પણ વધારે જોવા મળે છે.

ghost-3

You might also like