ભૂત અંગે લોકજાગૃતિ લાવનાર ગૌરવ તિવારીનું રહસ્યમય મોત

નવી દિલ્હી : પ્રખ્યાત પેરાનોર્મલ એક્ટિવિટી એક્સપર્ટ (અસાધારણ અથવા ભૂતિયા પ્રવૃતિ) નું રહસ્યમય મૃત્યુ થયું છે. તેનું મોત 7 જુલાઇએ થયું હતું. જો કે મૃત્યુનાં કારણ અંગે હજી સુધી કાંઇ જાણવા નથી મળ્યું. પોલીસનું કહેવું છે કે આ હાલ તો આત્મહત્યા લાગી રહી છે. દિલ્હી પોલીસનાં અનુસાર ગૌરવનું શબ તેનાં બાથરૂમમાંથઈ મળી આવ્યું હતું. પોલીસ હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે ત્યાર બાદ મૃત્યુનાં કારણે અંગે સ્પષ્ટતા થશે.

ગૌરવનાં પરિવારે જણાવ્યું કે ગુરૂવારે તેમણે બાથરૂમમાં એક ભયંકર અવાજ સાંભળ્યો. ત્યાર બાદ બાથરૂમમાં જોયું તો ગૌરવ બેહોશ હાલતમાં પડેલો મળ્યો. તેની તુરંત બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું. ગૌરવે પોતાની પત્નીને થોડા દિવસો પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે કોઇ ખરાબ તાકાત તેને પોતાની તરફ ખેંચી રહી છે જેનાં પરણ તેનો કાબુ નથી. જો કે પત્નીએ તેની આ વાત પર વધારે ધ્યાન નહોતું આપ્યું.

ગૌરવ આત્મા, ભુતપ્રેત અને રહસ્યમયી દુનિયા જેવા સબ્જેક્ટ પર વૈજ્ઞાનિક અભ્યાસ માટે વર્ષ 2009માં ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી નામની સંસ્થા બનાવી હતી. જેનો ઉદ્દેશ્ય લોકોની અંદરથી ભુતપ્રેતનો ડર ભગાડવાનો હતો. જણાવાઇ રહ્યું છે કે ગૌરવ અલગ અલગ મશીનો સાથે ભુતપ્રેત માટે હોન્ટેડ જગ્યાઓ પર જતો અને લોકોનો વહેમ દુર કરવાનો પ્રયાસ કરતો હતો. અત્યાર સુધી તેણે 6000 સ્થલો પર જઇને લોકોની માન્યતા દુર કરી છે.

ગૌરવ હોન્ટેડ વિકેન્ડ્સ વિથ સની લિયોની, એમટીવીની ગર્લ્ડ નાઇટ આઉટટ, ભૂત આયા અને ફિયર ફાઇલ્સ જેવા કેટલાય શોનો હિસ્સો રહી ચુક્યો છે. તે 16 ડિસેમ્બર અને ટૈંગો જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યો હતો.

You might also like