સલમાનની ફિલ્મ ‘સુલ્તાન’ના ક્રૂ મેંબરને દેખાયું ભૂત

મુંબઇ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભૂત પ્રેત દેખાયા હોવાની અફવા પહેલાં પણ આવી ચુકી છે. એવું પણ બન્યું છે કે કોઇ ફિલ્મની શૂટિંગ દરમિયાન લોકેશન પર ક્રૂ મેંબર્સને ભૂતનો પડછાયો દેખાયો હોય. અત્યારે તાજેતરમાં જ ભૂત પ્રેતોના ટાર્ગેટ પર છે સલમાન ખાનની ફિલ્મ ‘સુલ્તાન’ના ક્રૂ મેંબર્સ.

જી હાં, તાજેતરમાં જ ‘સુલ્તાન’ની શૂટિંગ ટીમના એક સભ્યને પોતાની હોટલની બારીની બહાર હવામાં ઉડતો ભૂતનો સાયો દેખાયો હતો.

ડર અને ગભરામણના લીધે તે ક્રૂ મેંબર ત્યાં ભાગી ગયો. અત્યારે આ સભ્યએ પોતાનો રૂમ બીજી હોટલમાં બુક કરાવી લીધો છે, પરંતુ જ્યારે સલમાન ખાનને આ વાતની ખબર પડી તો તેમણે તે સભ્યને પોતાના બંગલાની નજીક રહેવા માટે કહ્યું છે. હાલમાં ‘સુલ્તાન’ની આખી ટીમ પ્રાર્થના કરી રહી છે કે આવી ઘટના ફરીથી ઘટે નહી અને શૂટિંગ સમયસર પુરું થઇ જાય.

You might also like