118 વર્ષ જૂની આ ફોટો, ધ્યાનથી જોવા પર રહી જશો દંગ…

આ તસવીર 118 વર્ષ જૂની છે. પહેલી નજરમાં આ એક સામાન્ય તસવીર લાગે છે જેમાં કેટલીક છોકરીઓ પોઝ આપતી નજરે પડી રહી છે પણ જે પણ તેને ધ્યાનથી જોવે છે તે સુન્ન થઈ જાય છે. આખરે શુ છે આ ફોટોમાં? આ ફોટો 1990માં આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં લેવામાં આવી હતી. તેમાં નજરે પડી રહેલી છોકરીઓ કાપડમીલમાં કામ કરે છે. દરેકે પોતાનો ગણવેશ પહેર્યો છે. તેમની કમરમાં સાધન બાંધેલુ છે દરેકના હાથ વળેલા છે.

આ જુની તસવીરને સૌથી પહેલા ‘બેલફાસ્ટ લાઈવે’ ઈન્ટરનેટ પર પોસ્ટ કરી હતી. જ્યારે વેબસાઈટવાળાએઆ તસવીરને જોઈ હશે, તો એમને પણ આ વાતનો અંદાજ નહિ હોય કે આ કેટલી રહસ્યમય તસવીર છે. પણ લિન્ડા નામની મહિલાએ તસવીર પર જે કોમેન્ટ કરી, તેણે દરેકને હેરાન કરી દિધા.

લિન્ડાએ લખ્યુ કે ‘શું કોઈ છોકરીના ખભા પર રહસ્યમય હાથ પર કોઈએ ધ્યાન આપ્યુ છે.’ આ વાંચીને તસવીર પોસ્ટ કરનારા પણ હેરાન થઈ ગયા હતા કેમકે ધ્યાનથી જોવા પર ખબર પડે છે કે જે છોકરીના ખભા પર હાથ નજરે પડે છે તે પાછળ ઉભેલી છોકરીનો પણ નથી. પાછળ જે છોકરી ઉભી છે તેનો હાથ બાંધેલો છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. એવુ એટલા માટે કેમકે જે સમયે આ તસવીર લેવામાં આવી, તે દરમ્યાન ટેકનીક એટલી એડવાન્સ ન હતી. તો પછી હાથ કોનો છે?

You might also like