ઘોઘા પોલીસ મથકના PSOએ ગળેફાંસો ખાઇ લેતા ખળભળાટ

અમદાવાદ : ભાવનગરના ધોધા ગામ પોલીસ મથકના PSO ગંભિરસિંહ જાડેજાએ મોડી રાત્રે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

હાલ પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે કયા કારણો સર ગંભીરસિંહ જાડેજાએ આપઘાત કર્યો ? પોલીસકર્મીની આપઘાતની ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા.હાલ આપઘાતની ઘટનાને લઈ અને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પર મોટે ભાગે સામાન્ય નાગરિકો ખફા હોય છે. પોલીસની સારી શાખ પણ નથી હોતી. જો કે પોલીસને કામ કરવાનાં કલાકો ઘણા હોય છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ સતત ટોર્ચરિંગ કરવાનાં આક્ષેપો થતા રહ્યા છે.

You might also like