ઘોઘાથી દહેજ વચ્ચે ફેરી સર્વિસ : વયોજ સિમ્ફો જહાજ ભાવનગર પહોંચ્યું, જુઓ Photo

ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શુક્રવારથી ફેરી સર્વિસની ફરી એક વખત શરૂઆત થશે. ત્યારે હવે વયોજ સીમ્ફોની નામનું જહાજ ભાવનગરના ઘોઘા બંદરે લાવવામાં આવ્યુ છે.
આ જહાજ 160 મીટર લાંબુ છે અને 22 મીટર પહોળાઈ છે. આ જહાજ પાણીમાં 4 મીટર સુધી અંદર જઈ શકે છે. આ જહાજમાં ટ્રક, બસ, કાર અને 500 જેટલા મુસાફરો મુસાફરી કરી શકે છે.

આ સર્વિસનુ ઉદ્ધાટન કરીને થોડા સમય બાદ શરૂઆત થાય તેવી શક્યતા છે. હાલમાં ચાલી રહેલી નબળી કામગીરીના કારણે અનેક સવાલો ઉઠ્યા છે.
તંત્ર દ્વારા જે કંપનીને કોન્ટ્રકટ આપાવામાં આવ્યો છે તેને પણ છેલ્લા ત્રણ મહિનામાં કરોડો રૂપિયાનો નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે.

ભાવનગર ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થનાર રોરો ફેરીનું લોકાર્પણ મોકુફ રખાયું છે. દહેજમાં પોન્ટૂન તૂટતા હાલ લોકાર્પણ મૌકુફ રખાયું છે. GMB દ્વારા હલકી કક્ષાની કામગીરીથી પોન્ટૂન તુટ્યું હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે….જહાજને ઘોઘો બંદરે લાદવામાં આવ્યું હતું.

ઘોઘા ખાતે જહાજને જેટ ખાતે બાંધી રાખવામાં આવશે. જહાજ છેલ્લા 3 મહિનાથી ઓખા બંદરે હતું. ઇન્ડિગો સી વે કંપનીને રોજના રૂ.5.50 લાખનો ખર્ચ થતો હતો.

You might also like