ગાઝિયાબાદ : નશામાં ધૂત ઓલા કેબ ડ્રાઇવરે 15 લોકોને લીધા અડફેટે

દિલ્હીથી નજીક આવેલ ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં શનિ બાજાર ચોક નજીક એક ઓલા કેબે 15 લોકોને અડફેટે લીધા. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ આ વિસ્તારમાં અઠવાડીક બજાર ભરાય છે જેના કારણે ત્યા ભારે ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન રાત્રે 10 કલાકે દારૂના નશામાં ધૂત ઓલા કેબના ડ્રાઇવરે ગાડી પરનું સંતુલન ગુમાવતા ભીડમાં ગાડી લઇને ઘુસી ગયો હતો. આ દૂર્ઘટનામાં મહિલા અને બાળકો સહિત 15 લોકોને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટના બાદ ઓલા કેબનો ડ્રાઇવર સ્થાનિક લોકોના ગુસ્સાનો શિકર બન્યો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને ખૂબ માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો. આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્તોને દિલ્હીની લાલ બહાદૂર શાસ્ત્રી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. જેમાં બે મહિલા અને એક બાળકની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like