‘ફોર્ચ્યૂનર’ માટે વહૂની કરી હત્યા, પત્ની-પુત્ર સાથે BSPની ધરપકડ

નવી દિલ્હી: બીએસપી સાંસદ નરેન્દ્ર કશ્યપ, તેમની પત્ની અને પુત્ર સાગર કશ્યપની ગાજિયાબાદ પોલીસે બુધવારે હિમાંશીના મોતના કેસમાં ધરપકડ કરી છે.

જો કે હજુ સુધી સાંસદ અને તેમની પત્ની હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે તેમને જલદી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે કહ્યું છે જેથી તેમને કોર્ટમાં રજૂ કરી શકાય. બુધવારે સંદિગ્ધ હાલતમાં હિમાંશીની ગોળી વાગવાથી મોત નિપજ્યું હતું.

નરેન્દ્ર કશ્યપ અને તેમના પુત્ર વિરૂદ્ધ દહેજ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ બીએસપી સાંસદ હોસ્પિટલમાં દાખલ છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ગાજિયાબાદના યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે નરેન્દ્ર કશ્યપની ધરપકડ કરી લેશે.

હિમાંશીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમની પુત્રીને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન તેની હત્યા કરવામાં આવી છે. હિમાંશીના પિતા અને યૂપીના પૂર્વ મંત્રી હીરાલાલ કશ્યપે જણાવ્યું કે હિમાંશીના સાસરીવાળા લગ્ન બાદ જ તેને ત્રાસ આપવત અહતા. તેની સાસુ સતત ફોર્ચ્યૂનર ગાડીની માંગને લઇને હિમાંશીને હેરાન કરતી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે હિમાંશીને ઘણીવાર મારવામાં આવી છે.

You might also like