અમે વન ડે શ્રેણીમાં પણ આક્રમક બૅટિંગ જ કરીશું: અજિંક્ય રહાણે

ધરમશાલાઃ ૨૦૧૬ના વર્તમાન વર્ષ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી બે સદી સહિત સૌથી વધુ ૫૯૦ રન બનાવનાર અજિંક્ય રહાણેએ ગઈ કાલે અહીં પત્રકારોને કહ્યું હતું કે, ”ભારતે આક્રમક બૅટિંગના અભિગમને લીધે જ ટેસ્ટ-સિરીઝમાં ન્યૂઝીલૅન્ડનો ૩-૦થી સફાયો કર્યો અને હવે કિવીઓ સામેની પાંચ મૅચવાળી વન ડે શ્રેણીમાં પણ ભારતીય બૅટ્સમેન આક્રમક અભિગમ સાથે જ રમશે. ટેસ્ટ શ્રેણીમાં અમે હરીફ ટીમની તાકાત તથા નબળાઈને નજરમાં રાખવાને બદલે અમારી પોતાની તાકાતને લક્ષમાં રાખીને રમ્યા હતા.”
રહાણેએ કહ્યું હતું કે, ”ટેસ્ટની જેમ વન ડે મુકાબલાઓમાં પણ શરૂઆતમાં મૅચ પર પકડ જમાવી લેવાનો પ્રયત્ન કરીશું, જેથી જીત આસાન બની જશે. પહેલી મૅચ જીતી લઈશું તો ટીમનો જુસ્સો અનેકગણો વધી જશે.”

You might also like