સ્ટાર્ટઅપ્સ માટે નાણાં મેળવવાં હવે સરળઃ સેબીએ નોર્મ્સ હળવાં કર્યાં

નવી દિલ્હી: સેબીએ રોકાણકારોની વધુ કેટેગરીને સ્થાન આપીને તેમજ શેર હોલ્ડિંગનાં ધોરણો હળવા કરીને અને ટ્રેડિંગની લોટ એમાઉન્ટ ઘટાડીને સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટેના નોર્મ્સ વધુ હળવા કર્યા છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટારઅપ્સના લિસ્ટિંગ માટે વધુ ઇન્વેસ્ટર્સની કેટેગરી તેમજ શેર હોલ્ડિંગના સ્થિતિસ્થાપક નિયમો અને ટ્રેડિંગ લોટની રકમ ઘટાડવા સંબંધિત કેટલાય નિયમો હળવા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

સેબીએ આ માટે ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેડિંગ પ્લેટફોર્મ (આઇટીપી)માં કેટલાય ફેરફાર કરવાની યોજના તૈયાર કરી છે, કારણ કે ઓગસ્ટ-૨૦૧૫માં રજૂ કરાયેલા આ પ્લેટફોર્મને લઇને કંપનીઓમાં હજુ સુધી કોઇ ખાસ ક્રેઝ જોવા મળ્યો નથી. કંપનીઓના ઠંડા પ્રતિસાદને જોતાં સેબીએ આ પ્લેટફોર્મને વધુ આકર્ષક બનાવવા માટે જુલાઇ-૨૦૧૬માં જારી કરેલ એક ડિસ્કશન પેપરના માધ્યમથી કેટલીય ભલામણો કરી હતી.

સેબીના જણાવ્યા અનુસાર પાછળથી ભારતના સ્ટાર્ટઅપ્સ સેક્ટરમાં સારી એવી ગતિવિધિ જોવા મળી છે અને કેટલાય સ્ટેક હોલ્ડર્સ તેમજ ઇન્ડસ્ટ્રીઝ એકમોએ આઇટીપી પર લિસ્ટિંગને લઇને ખાસ રસ દાખવ્યો છે. આ ટ્રેન્ડને જોઇને સેબીએ આઇટીપી ફ્રેમ વર્કની સમીક્ષા અને બદલાવ માટે કેટલાક સેક્ટર્સ આઇડેન્ટિફાઇ કરવા માટે જૂન-૨૦૧૮માં એક ગ્રૂપની રચના કરી હતી.

સેબીએ એક ડ્રાફ્ટ પેપર જારી કરીને આઇટીપીનું નામ બદલીને ઇન્વેસ્ટર્સ ગ્રોથ પ્લેટફોર્મ (આઇજીપી) કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આઇટીપી પર લિસ્ટિંગ માટે પાત્રતાના ક્રમમાં સેબીએ લિસ્ટિંગ સમયે પાત્ર ઇન્વેસ્ટર્સની કેટેગરી વધારવાનો નિર્ણય કર્યો છે. સેબીએ એવી પણ દરખાસ્ત કરી છે કે ૨૫ ટકા પ્રી ઇશ્યૂ કેપિટલ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અથવા અન્ય રેગ્યુલેટેડ ઇન્ટેટીટિસ કે એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સ પાસે ઓછામાં ઓછા બે વર્ષ હોવા જોઇએ.

You might also like