સપના પબ્બી, મલ્લિકા દુઆ અને શ્વેતા ત્રિપાઠી સાથે કામ કરવાનો અનુભવ સર્વશ્રેષ્ઠઃ અમાયરા

ગયા વર્ષે ફિલ્મ ‘કૂંગ ફૂ પાંડા’માં કામ કર્યા બાદ અમાયરા દસ્તૂરની આગામી ફિલ્મોમાં ‘રાજમા ચાવલ’ અને ‘મેન્ટલ હૈ ક્યા’ સામેલ છે. હાલમાં પોતાની વેબ સિરીઝ ‘ટ્રિપ-૨’ને લઇ પણ તે ચર્ચામાં છે, તેમાં સપના પબ્બી, મલ્લિકા દુઆ અને શ્વેતા ત્રિપાઠી સાથે કામ કરવાને તે પોતાનો સર્વશ્રેષ્ઠ અનુભવ ગણાવે છે. તે કહે છે કે આ શો તે ચારેયની અલગ અલગ વિશેષતાનાં કારણે ખાસ બન્યો છે. તેણે કહ્યું કે આ મારા સૌથી સારા અનુભવમાંનો એક છે.

સપના અને હું ૨૦૧૪થી એકબીજાને જાણીએ છીએ. અમે એક જ એજન્સીમાં હતાં અને અમે પહેલાંથી સાથે કામ કરવા ઇચ્છતાં હતાં. શ્વેતા અને મલ્લિકા મારા માટે નવાં હતાં અને વાસ્તવમાં મને સૌની સાથે સહજ કરવાનું શ્રેય હું સપનાને આપીશ. મને એ બધાં સાથે અનુભવાયું જ નહીં કે હું તેમના માટે નવી છું.

અમાયરા કહે છે કે વેબ સિરીઝમાં કામ કરતી વખતે અમારી વચ્ચે સારી ફ્રેન્ડશિપ બની ચૂકી છે. મી ટુ કેમ્પેન પર વાત કરતાં અમાયરા કહે છે કે હું પુરુષ અને મહિલા બંને દ્વારા શોષણનો શિકાર બની ચૂકી છું, પરંતુ મારામાં એટલી હિંમત નથી કે તેનું નામ જણાવીને તેમને શરમનો અહેસાસ કરાવું. હું કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી, પરંતુ બોલિવૂડ ને સાઉથ બંને ઇન્ડસ્ટ્રીમાં યૌનશોષણનો શિકાર થઇ ચૂકી છું. જ્યાં સુધી હું ખુદને સુરક્ષિત નહીં અનુભવું ત્યાં સુધી કોઇનાં પર આંગળી નહીં ઉઠાવું.

You might also like