માત્ર 1 રૂપિયામાં જ ઘરે લાવો ટાટાની કાર, ઓફર 25 નવેમ્બર સુધી, જાણો કઈ કઈ કારમાં છે ઓફર?

જો તમે હાલના દિવસોમાં ફોર વ્હીલર ઘરે લાવવાનું સપનું જોઈ રહ્યા હોવ અને બજેટની ચિંતા કરતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ટાટાની નવી સ્કીમ પ્રમાણે હવે તમે માત્ર 1 રૂપિયામાં કાર ઘરે લાવી શકો છો.

ઓટોમોબાઈલ કંપની ટાટાએ પોતાના ગ્રાહકોને કાર માટે સૌથી મોટી ઓફર આપી છે. કંપનીએ 1 રૂપિયામાં ઈન્સ્યોરન્શ ઓફર પણ આપી છે. જો કે આ ઓફર માત્ર મર્યાદિત સમય માટે છે. ઓફરનો ફાયદો તમે 25 નવેમ્બર સુધી લઈ શકો છો.

આ કાર પર લાગુ થઈ ઓફરઃ
કંપનીએ આ વર્ષે લૉન્ચ થયેલી નવી કારમાં ઓફરો આપી છે. જેમાં હેક્સા, ટિગોર અને ગયા વર્ષે માર્કેટમાં ઉતારેલી ટિયાગો કાર પર પણ લાગુ થશે. ઉપરાંત જેસ્ટ અને સફારી સ્ટોર્મ કાર પર પણ આ ઓફર લાગુ થશે. કંપની કારની એક્સ શૉ રૂમની કિંમત પર 1 રૂપિયા ડાઉન પેમેન્ટની ઓફર આપી છે.

ડિસ્કાઉન્ટ ઓફરનો પણ ફાયદો ઉઠાવો
આ ઓફર્સની સાથે ટાટા મોટર્સે પોતાની કેટલીક કારો પર ડિસ્કાઉન્ટની પણ ઓફર રાખી છે. જાણકારી પ્રમાણે, ટાટાની એસયૂવી હેક્સા પર 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ટિગોર પર 25,000 રૂપિયા અને જેસ્ટ પર 57,500 રૂપિયા અને સ્ટોર્મ પર 72500 રૂપિયાના ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે.

ગયા મહિને ટાટા મોટર્સની કારના વેચાણમાં 2.7 ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં લેંડ રોવરનું વેચાણ પણ સામેલ છે. ટાટા મોટર્સે ગયા મહિને કુલ 1,03,761 વાહનોનું વેચાણ કર્યું છે, જે 2016 કરતા વધારે છે.

You might also like