ઘરમાં જ બનાવેલા ફેસ માસ્ક દ્વારા મેળવો સોફ્ટ અને Glowing skin…

ઘર પર બનાવેલા માસ્ક દ્વારા સ્કીનમાં નિખાર લાવવા ફાયદાકારક રહે છે. ઘરમાં રહેલ કેળા, પપૈયા, એલોવેરા, મધ વગેરે વસ્તુઓથી સ્કીનમાં નિખાર લાવી શકાય છે.

મધ અને કેળાનું ફેસ માસ્ક બનાવી શકાય છે. એક પાકુ કેળુ લઇને છુંદી નાંખો. તેમાં થોડું દૂધ, એક ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી મધ મિક્સ કરો. આ માસ્કને 20-25 મિનિટ સુધી ચહેરા પર લાવીને રાખો ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઇ નાંખો. આ માસ્ક ઓઇલી સ્કીન માટે ઘણું ફાયદાકારક રહેશે.

કરણના ફૂલને રાત આખી ઠંડા પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે ફુલને અલગ કરી પીસી નાંખો. પછી આ  જ પાણીમાં ફુલીને પીસીને મિક્સ કરી દો. ત્યારબાદ આ પાણીમાં ત્રણ ચમચી જવનો લોટ, બે ટીપા ટી ટ્રી ઓઇલને મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. ત્યાર બાદ થોડા સમય બાદ તેને સાફ કરી લો.

એક વાટકીમાં દહીંમાં થોડો ચણાનો લોટ તેમજ મધ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર અંદાજે 20 મિનીટ સુધી રાખો. ત્યાર બાદ તેને પાણીથી ધોઇ નાંખો. આ પેસ્ટથી સ્કિનમાં ચમક તેમજ સ્કીન સોફટ બનશે.

કાકડી અને પપૈયાના પલ્પને દહીંમાં મિક્સ કરો. તેમાં બે ચમચી જવનો લોટ નાંખો તેમજ થોડું લીંબૂનો રસ નાંખો. આ પેસ્ટને ચહેરા તેમજ ડોક (ગરદન) પર લગાવો. અંદાજે અડધો કલાક સુધી રાખ્યા બાદ પાણીથી ધોઇ નાંખો.

You might also like