જામ નાકને ઝડપથી ખોલો

જામ નાક એટલે કે બંધ નાક થઇ જવાથી આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બંધ નાકના કારણે રોજનું કાર્ય કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. અપણું ધ્યાન નાક પર જ રહે છે. સાઇન્સ કન્જેશન અથવા નાક બંધ ઘણા કારણોથી થઇ શકે છે. અમે તમને આમાં આ સમસ્યાથી કેવી રીતે સામનો થાય તે માટે જણાવીશું.

એક કપ ગરમ પાણીમાં એક નાની ચમચી મીઠું સારી રીતે મિક્સ કરો. તમારાં માથાને થોડી પાછળની સાઇડ નમાવીને એક ડ્રોપની મદદથી નાકની અંદર નાંખો. એને 10 મિનિટ એમ જ રહેવા દો અને પછી ધીરેથી પાણીને નાકના મુખથી બહાર કાઢો. બીજા નાકના મુખમાં આ જ પ્રક્રિયા અપનાવો , જલ્દી આરામ મળશે.

તમે જેટલું પાણી ગરમ સહન કરો, તેનાથી લગભગ 10 થી 15 મિનીટ સુધી શાવર નીચે ઉભા રહો, ઊંડો યસ્વાસ લો અને છોડો, વરાળથી તમારા ફેફસા અને નાસિકા માર્ગ ભરો

એક વરાળયુક્ત પાત્રની ઉપર માથું લઇ જઇને એક નાસ લો. ધ્યાન રાખો કે તમે એ પાણીથી દાઝો નહીં. પાણીમાં થોડી કેમોમાયલ ચ્હા મિક્સ કરો અને વધારે વરાળ લેવા માટે તમારા માથાને રૂમાલથી ઢાંકી દો.

કોઇ પણ ગરમ કપડાં કે અને્ય વસ્તુ થોડી વખત સુધી ગરમ રહે તેનાથી નાકને શેક કરો. તમે શેક કરવા વાળી ગરમ પાણીની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો. આને માઇક્રોવેવમાં લગભગ 1.5 થી 2 મિનિટ સુધી ગરમ કરો અને જ્યારે તે ગરમ થઇ જાય ત્યારે તેનાથી નાક શેક કરો.

You might also like