ગંદા પીળા પડેલા નખને ફરીથી બનાવો સુંદર

મોટા નખ રાખવાનો શોખ દરેક છોકરીઓ કરે છે પરંતુ થોડાક જ લોકો તેને બરોબર મેન્ટેન કરી શકે છે. સમય સાથે આ નખ ગંદા અને પીળા પડવા લાગે છે. જે દેખાવમાં પણ જાડા લાગે છે એવામાં તમે આ ઉપાયોથી ફરીથી સુંદર બનાવી શકો છે.

ઉપાયો:

1. લીંબૂ એક નેચરલ બ્લીચિંગ એજન્ટ છે, જે સરળતાથી નખને પીળા બનતા અટકાવે છે. તમારા નખને લીંબૂના રસને 10 થી 15 મીનિટ સુધી ડુબાડો અને એક મુલાયમ બ્રશથી પાળા પડેલા ભાગ ઉપર ઘસો અથવા લીંબૂને અડધું કાપીને
તમારા નખ પર ઘસો. ત્યારબાદ તમારા હાથને નવશેકા પાણીથી ધોઇ નાંખો અને એક સારું મોઇશ્વર લગાવો. તેને ત્યાં સુધી રોજે એવું કરો કે જ્યાં સુધી તેની પીળાશ જાય નહીં.

2. બેકિંગ સોડાનું બ્લીચીંગ અને એક્સફોલ્ટિંગ પ્રોપર્ટીઝ નખની પીળાશને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એક મોટી ચમચી બોકિંગ સોડા, અડધી ચમચી ઓલીવ ઓઇલ અને અડધી ચમચી લીંબૂનો રસ મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો અને તે તમારા પીળા નખ ઉપર લગાવો અને મુલાયમ બ્રશથી સ્ક્રબ કરો અને પછી નવશેકા પાણીથી ધોઇ નાંખો. આવું અઠવાડિયામાં એક વખત જરૂરથી કરો.

3. તમને નારંગી ખાવાની પસંદ હોય કે ના હોય પરંતુ તમારા નખને ઘણી પસંદ આવશે. દરરોજ નખને દિવસમાં બે ત્રણ વખત નારંગી છોતરાને ઘસીને તમને થોડાંક દિવસમાં જ ફરક જોવા મળશે. ધ્યાનમાં રાખો કે છોતારાં ફ્રેશ હોય પહેલેથી રાખેલું હોય નહીં.

You might also like