હવે પાસપોર્ટ કઢાવવો બન્યો વધારે સરળ : વી.કે સિંહે કરી જાહેરાત

નવી દિલ્હી : સરકારે પાસપોર્ટ બનાવવાના નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. નવા નિયમોમાં જન્મનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને માતા અથવા પિતા અથવા કાયદાકીય અભિભાવકોનો ઉલ્લેખ વિશે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વીકે સિંહે શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં અગાઉના નિયમો પ્રમાણે 26 જાન્યુઆરી 1989 પછી જન્મેલા લોકોને પાસપોર્ટ બનાવવા માટે જન્મ પ્રમાણ પત્ર આપવાનું અનિવાર્ય હતું પણ સરકારે હવે આ નિયમમાં પરિવર્તન લાવી દીધું છે.

જેમાં હવે પાસપોર્ટ માટે અન્ય દસ્તાવેજો પણ જન્મના પ્રમાણ તરીકે માન્ય ગણાશે. જેમાં બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ અને તમારા છેલ્લા શિક્ષણનું પ્રમાણ પત્ર માન્ય ગણાશે. પરંતુ આ દસ્તાવેજો ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તમે કોઈ માન્યતા પ્રાપ્ત સ્કુલમાંથી શિક્ષણ મેળવ્યું હોય.

આ ઉપરાંત સ્પષ્ટ રીતે જન્મ તારીખ લખી હોય એવું પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ કે જેના પર જન્મ તારીખ લખી હોય. ડ્રાઈવિંગ લાયસન્સ પણ જન્મ તારીખ સાથે અહીં માન્ય ગણાશે. વોટર આઈડી કાર્ડ, પોલિસી, બોન્ડ્સ કે લાઈફ ઈન્સ્યોરન્સ જેના પર જન્મતારીખ લખી હોય.

You might also like