પુણે: પુણેની સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટી પોતાના સકર્યુલરના કારણે ચર્ચામાં છે. પુણે યુનિવર્સિટીના આ સકર્યુલર મુજબ હવે વિદ્યાર્થીઓ શાકાહારી હશે તો જ ગોલ્ડમેડલ મળશે. યુનિવર્સિટી તરફથી ગોલ્ડમેડલ મેળવવાની શરતમાં શાકાહારી હોવું, ભારતીય સંસ્કૃતિના સમર્થક હોવું વગેરે બાબતો સામેલ છે.
સર્ક્યુલર અનુસાર ૧૦ શરત એવી રખાઇ છે જે મહર્ષિ કીર્તકર શેલાર મામા ગોલ્ડમેડલ માટે પાત્રતા નક્કી કરે છે. તેમાં શાકાહારી હોવાની શરત પણ સામેલ છે. સાથે સાથે આ શરતોમાં નશો ન કરવો, યોગ, પ્રાણાયામ કરવા પણ સામેલ છે. આ વર્ષે આ સકર્યુલર ૩૧ ઓકટોબરે ફરી વખત રજૂ કરાયો છે. છાત્ર સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ મેડલ યોગ મહર્ષિ રામચંદ્ર ગોપાલ શેલાર અને ત્યાગમૂર્તિ શ્રીમતી સરસ્વતી રામચંદ્ર શેલારના નામ પર યોગ ગુરુ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે આ મેડલ સાયન્સ અને નોન સાયન્સના પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓને અપાય છે. યુનિવર્સિટીનું કહેવું છે કે તેમણે એવી શરતો નક્કી કરી નથી અને ટ્રસ્ટ સામે આ મુદ્દો ઉઠાવાશે.
સર્ક્યુલર પર શિવસેના અને એનસીપીએ સખત પ્રતિક્રિયા વ્યકત કરી છે. શિવસેનાના યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ યુનિવર્સિટીની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કોઇ વ્યકિતએ શું ખાવું, શું નહીં એ નિર્ણય તેનો ખુદનો હોવો જોઇએ. યુનિવર્સિટીએ માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપવું જોઇએ.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…