સંતાન ઇચ્છુક દંપતિ એક વખત જરૂર કરો અહીં યાત્રા

કહેવામાં આવે છે કે એક સ્ત્રી ત્યારે સંપૂર્ણ થાય છે જ્યારે તે માં બની જાય છે. માં આ સંસારની એ મહત્વની કડી છે જે પોતાના બાળક માટે કંઇ પણ કરી શકે છે. પરંતુ આ સંસારમાં ઘણી એવી મહિલાઓ છે જે કોઇ કારણથી સંતાન સુખથી વંચિત છે અને લાખો પ્રયત્ન કરવા છતાં તેમના ગરે બાળક આવતું નથી.

જો તમને પણ કોઇ બાળક નથી તો આજે અમે તમને એક ચમત્કારિક કુંડ વિશે જણાવા જઇ રહ્યા છીએ, એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તમને જલ્દી બાળક આવશે.

radha-kund

ઉત્તર પ્રદેશની ઐતિહાસિક નગર મથુરાનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. ભગવાન શ્રી કૃષ્ણની નગરીના રૂપમાં માનવામાં આવતું મથુરામાં ગોવર્ધન ગિરધારીની પરિક્રમા રસ્તામાં એક ચમત્કારીક કુંડ છે જેના રાધા કુંડ કહેવામાં આવે છે. આ કુંડ વિશે માનવામાં આવે છે કે જે દંપતિને સંતાન ન હોય તે કાર્તક કૃષ્ણ પક્ષની આઠમની મધ્યરાત્રિએ સ્નાન કરે તો તેમને બાળક આવી શકે છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા મહિલાઓ પોતાના વાળ ખોલીને રાધા પાસેથી સંતાનનું વરદાન માંગે છે. અહીં સ્નાન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે. રાધાકુંડની બાજુમાં શ્રીકૃષ્ણ કુંડ છે જેની બનાવટ શ્રીકૃષણની જેમ એટલે કે 3 જગ્યાએથી ટેડી છે.
radha-kund-2

એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ કુંડનું નિર્માણ નારદજીના કહેવા પર શ્રીકૃષ્ણે તેમની વાંસળીથી કર્યું હતું. જેમાં શ્રીકૃષણએ દરેક તીર્થોના જળને એ કુંડમાં આવવા માટેની પ્રાર્થના કરી હતી. ભગવાનના કહેવા પર દરેક તીર્થ ત્યાં પાણીના સ્વરૂપમાં આવી ગયા.

આ જોતાં જ રાધાએ પણ તે જ કુંડ પાસે પોતાની બંગડીથી એક નાનો કુંડ ખોદયો. જેને જોઇને ભગવાને તે કુંડને કૃષ્ણ કુંડથી પણ વધારે પ્રસિદ્ધ હોવાનું વરદાન આપ્યું. ત્યારથી તે રાધા કુંડ નામથી પ્રસિદ્ધ થઇ ગયો.

radha-kund-3

કૃષ્ણ કુંડ અને રાધા કુંડની એક વિશેષતા છે કે દૂરથી કૃષ્ણ કુંડનું પાણી કાળું અને રાધા કુંડનું જળ સફેદ જોવા મળે છે. જે કૃષ્ણના કાળા રંગ અને દેવી રાધાનું સફેદ વર્ણ હોવાનું પ્રતિક છે.

radha-kund-5

બાળક માટે રાધા કુંડમાં જ શું કામ સ્નાન કરવામાં આવે છે?
આ પાછળ એક ઐતિહાસિક કારણ છે. કહેવામાં આવે છે કે એક વખત ગોવર્ધનમાં ગાય ચરાવવા દરમિયાન અરિષ્ટાસુર નામની ગાયના બચ્ચાએ શ્રીકૃષ્ણ પર હુમલો કર્યો હતો. ત્યારે ભગવાને તે બચ્ચાંનો વધ કર્યો હતો. જેને લઇને રાધાજી નાખૂશ થઇ ગઇ હતી કારણ કે કાન્હા પર ગૌવંશની હત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપનો પ્રયશ્વિત માટે રાધાજીએ દરેક તીર્થોનું જળ એક કુંડમાં લાવવા માટે શ્રીકૃષ્ણને કહ્યું હતું. ત્યારે શ્રીકૃષ્ણે તેમની વાંસળીથી આ કુંડ ખોદયો હતો અને રાધાજીએ પણ તેમની બંગડીથી રાધા કુંડ ખોદયો. ત્યારબાદ રાધા કૃષ્ણે આ કુંડમાં સ્નાન પછી આઠ સખીઓ સાથે મહારાસ કર્યો. ત્યારબાદ પ્રસન્ન થઇને રાધાજીએ શ્રીકૃષ્ણને એવા આશીર્વાદ આપ્યા કે જે કોઇ અહોઇ આઠમની રાતે રાધા અને કૃષ્ણ કુંડમાં સ્નાન કરશે તો તેના ઘરમાં વર્ષની અંદર બાળક આવશે. આ માન્યતા અનુસાર દર વર્ષે લોકો અહીંયા ચમત્કારિક કુંડમાં સ્નાન કરવા માટે આવે છે.

You might also like