ઈવાંકા સાથે મોદીની તસવીરો વાયરલ થઈ, લોકો કરી રહ્યા છે જાતભાતની કમેન્ટ્સ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને તેમની સલાહકાર ઈવાંકા ટ્રમ્પ વૈશ્વિક ઉદ્યમિતા સંમેલન (GES) માં ભાગ લેવા માટે મંગળવારે પહોંચ્યા હતા. ત્રણ દિવસીય આ કાર્યક્રમ અમેરિકા અને ભારતની ભાગીદારીમાં થઈ રહ્યો છે. જેમાં 159 દેશોના 1500 બિઝનેસમેન, રોકાણકારો અને ઈકોસિસ્ટમના સમર્થકો પણ હાજરી આપશે.

ઈવાંકા ટ્રમ્પની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. ઈવાંકા ટ્રમ્પે મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘બાળપણમાં ચા વેચતા હોય તેવા શખ્સ વડાપ્રધાન બને તે બહુ મોટી ઉપલબ્ધિ છે.’

ઈવાંકા ટ્રમ્પે વડાપ્રધાન મોદીના મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપવાની વૃત્તિના પણ વખાણ કર્યાં હતા. ઈવાંકા ટ્રમ્પનું માનવું છે કે, મહિલાઓના સશક્તિકરણ વગર માનવતાની પ્રગતિ અધૂરી છે.  તેમણે કહ્યું હતું કે, ‘આ વાત માની લો કે જો ભારત શ્રમશક્તિમાં લિંગભેદને અડધું પણ ઓછું કરી દેશે તો તેની અર્થવ્યવસ્થા આગામી ત્રણ વર્ષોમાં 150 અરબ ડૉલર પહોંચી જશે.’

જો કે વડાપ્રધાન મોદી અને ઈવાંકા ટ્રમ્પની મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના પર લોકો જાતભાતની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક ફોટોમાં વડાપ્રધાન મોદી ઈવાંકા સાથે હાથ મિલાવી રહ્યા છે, તો કોઈમાં તેમની નજર કેમેરા સામે છે.

જો કે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને લોકો વડાપ્રધાન મોદીની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદી ઈવાંકા સાથે હાથ મિલવતા કેમેરાની સામે પણ જોઈ રહ્યા નથી, જ્યારે તેઓ કેમેરા સામે જોનારા પર્સન છે.

IPS સંજીવ ભટ્ટે કરેલ ટ્વિટઃ

2) કોંગ્રેસના પુષ્પેન્દ્રએ કરેલ ટ્વિટઃ

3)શેહાલા રશીદે કરેલ ટ્વિટઃ

You might also like