ચેતજો, ATM જર્મ્સથી ભરેલું હોય છે

અાજકાલ ભારતમાં બેન્કો અને ATMમાં લાંબી લાઈનો જોવા મળે છે. પૈસા કાઢવા માટે બહુ મોટા પાયે લોકો એનો ઉપયોગ કરે છે. જોકે અનેક લોકોના હાથ લાગેલા હોવાથી એના પર જર્મ્સનો જબરદસ્ત જથ્થો પનપતો હોય છે એવું અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે. હાઈજિન બાબતે ઘણી સભાનતા ધરાવતા અમેરિકા જેવા દેશમાં થયેલા અભ્યાસમાં અનેક ATM સડેલા ખોરાકના કણો, બેક્ટેરિયા અને ઈવન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ પેદા કરે એવા જીવાણુઓ પણ ધરાવતાં હોવાનું નોંધાયું છે. અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે ATMના કીપેડ પર ખૂબ ટૂંકા ગાળામાં માનવત્વચા પરથી સૂક્ષ્મ જીવો ટ્રાન્સફર થતા રહે છે.

You might also like