ગંગાની સફાઇ માટે જર્મનીએ 990 કરોડની લોન આપી

નવી દિલ્હી: દેશની જીવનદાયિની ગણાતી ગંગા નદીની સફાઇ માટે જર્મનીએ ભારતને ૧ર કરોડ યુરો (લગભગ રૂ.૯૯૦ કરોડ)ની સોફટ લોન (ઓછા વ્યાજની લોન)આપી છે. જેથી સુવરેજ વોટર ટ્રીટમેન્ટના આધારભૂત માળખાને વધુ સશકત બનાવી શકાય.

જર્મનીના દૂતાવાસના અધિકારી જેસ્પર વેકે આ જાણકારી આપી છે. વેકે ગઇ કાલે જર્મન દૂતાવાસ તરફથી આ દિશામાં થનારાં કાર્યોની માહિતી આપતાં કહ્યું કે આ પરિયોજનાનું ફોકસ ૩૬૦ કિ.મી.ના વિસ્તારમાં હશે.

સુવરેજ પ્રણાલીના વિસ્તારમાં બદલાવ થશે તેમાં પ્રત્યેક ઘરને જોડવામાં આવશે. તેમાં લગભગ ૧.પ કરોડ લિટરની ક્ષમતાવાળા ઘણા સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે.

જર્મનીની આ પહેલમાં ૧૩ સુવેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું પણ સામેલ છે. ર૦૧પમાં જર્મનીની સરકારે ભારતને જર્મન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ૧ર કરોડ યુરો આપવાની વાત કરી હતી. જર્મનીની વિકાસ એજન્સીએ ગંગા બોકસ પણ તૈયાર કર્યા છે જેનો હેતુ સ્કૂલ જતાં બાળકોને નદી અંગે જાણ આપીને જાગૃતિ ફેલાવવાનો છે.

You might also like