યુરોપમાં આઇએસના ડરે નવા વર્ષની ઉજવણી ફીકી કરી

બર્લિન: જર્મનીમાં આતંકી હુમલો થવાની આશંકાએ નવા વર્ષની ઉજવણી ફીકી કરી દીધી છે. મિત્ર દેશની ગુપ્ત એજન્સી દ્વારા મળેલી સુચના અનુસાર જર્મનીએ પોતાનું મુખ્ય શહેર એવા મ્યુનિકમાં બે રેલવે સ્ટેશન બંધ કરી દીધા હતા. ગુપ્તચર વિભાગ દ્વારા જર્મન સરકરાને જાણકારી આપવામાં આવી હતી કે રેલવે સ્ટેશનો પર આઇએસ આત્મઘાતી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

જર્મનીમાં આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હોવા છતાં પણ યુરોપના તમામ દેશોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જેના કારણે આખા યુરોપમાં જશ્નનો માહોલ ફીકો પડી ગયો હતો. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઘણી મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં યુરોપીય દેશોને ખાસ કરીને ફ્રાન્સને આતંકી હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. નવેમ્બરમાં જ પેરિસમાં થયેલા આતંકી હુમલામાં 130 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગુરુવારે જર્મનીમાં મ્યુનિકના સેન્ટ્રલ રેલવે સ્ટેશન તેમજ આઠ કિલોમીટર દૂર આવેલા વધારે એક રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.

You might also like