જર્મનીમાં મ્યુઝિક ફેસ્ટિવલ માટે બિયરની પાઈપલાઈન નંખાઈ

વોશિંગ્ટન: અોગસ્ટ મહિનામાં જર્મનીના શ્લેસવિગ-હોલસ્ટાઈન ખાતે વેકન અોપન અેર નામનો ત્રિદિવસીય હેવી મેટલ મ્યુઝિક ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી અા ફેસ્ટિવલમાં અાવતા લોકોને સર્વ કરવા બીયરના પીપડા ત્યાં લાવવા પડતાં.  ખાલી થયેલા પીપ સમયસર ભરવા પડતા પરંતુ અા વખતથી એવી કડાકૂટ કરવાની જરૂર નહીં પડે. કેમ કે અાયોજકોઅે નજીકના પુરવઠા કેન્દ્રથી ફેસ્ટિવલના સ્થળ સુધી સાડા છ કિલોમીટર લાંબી પાઈપ લાઈન ફીટ કરી છે. અા પાઈપ લાઈનમાં માત્ર એક જ સેકન્ડમાં અાખો ગ્લાસ બિયર ભરી શકાય છે.

સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન તેમાંથી લગભગ ચાર લાખ લિટર બિયર પસાર થશે. તેનાથી ટ્રાફિકને પણ અડચણ ઊભી નહીં થાય.
http://sambhaavnews.com/

You might also like