જર્મન ટેબલ ટેનિસ સ્ટાર કહે છે, ‘હવે પ્લેબોય માટે એકેય પોઝ નહીં આપું’

નવી દિલ્હી: આવતા અઠવાડિયે ભારતમાં રમાનારી અલ્ટિમેટ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ભાગ લેનાર જર્મનીની ટેબલ ટેનિસ સ્ટાર પેટ્રિસા સોલ્જાએ ગત વર્ષે ‘પ્લેબૉય’ મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપીને સ્પોર્ટ્સજગતમાં હલચલ મચાવી દીધી હતી, પરંતુ હવે તે કહે છે, ”હું ફરી એ મેગેઝિન માટે પોઝ નહીં આપું અને ટેબલ ટેનિસમાં મારું પ્રદર્શન સુધારવા પર જ બધું ધ્યાન આપીશ.” ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલી સોલ્જાએ એ પોઝ માત્ર આનંદ ખાતર જ આપ્યો હતો. તે વિશ્વની ૨૪મી ક્રમાંકિત ખેલાડી છે.
http://sambhaavnews.com/

You might also like