જ્યોર્જિયાનાં રેલવે સ્ટેશન પર ફાયરિંગઃ એકનું મોત

એટલાન્ટાઃ અમેરિકાના જ્યોર્જિયાના રેલવે સ્ટેશન પર થયેલા ફાયરિંગમાં એક યાત્રિકનું મોત થયું છે.જ્યારે અન્ય
ત્રણને ઈજા થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.  અમેરિકાનાં જ્યોર્જિયાના એટલાન્ટા રેલવે સ્ટેશન પર આજે થયેલ ફાયરિંગમાં એક યાત્રિકનું મોત થયું છે.તેમજ અન્ય ત્રણ વ્યકિતને ઈજા થઈ છે. આ ઘટનાને નજરે નિહાળનારાઓએ જણાવ્યું કે આ ઘટનામાં હુમલાખોરની ઉંમર લગભગ 30 વર્ષની આસાપાસ છે. તેણે રેલવે સ્ટેશન પર અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે એટલાન્ટા મેટ્રોપોલિટન રેપિડ ટ્રાન્ઝિટ અધિકારી(માટાર)એ કોઈ પ્રતિક્રિયા આપવા ઈનકાર કર્યો હતો.પરંતુ એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. તેમજ રેલવે સ્ટેશનને હાલ થોડો સમય બંધ કરી દેવામાં આવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like