જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે ભારતી એરટેલને પાછળ રાખીને રિલાયન્સ જિઓ દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઇ છે.

જોકે હજુ ૩૦.૬ કરોડ યુઝર્સ સાથે વોડાફોન-આઇડિયા જિઓથી આગળ છે. એરટેલના ૨૮.૪ કરોડ સબસ્ક્રાઇબર છે, જ્યારે વોડાફોન-આઇડિયાએ ડિસેમ્બર-૨૦૧૮માં ૩૮.૭ કરોડ સબસ્ક્રાઇબર હોવાની જાહેરાત કરી હતી.

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના એક વિશ્લેષકના જણાવ્યા અનુસાર રિલાયન્સ જિઓ હવે ટૂંક સમયમાં વોડાફોન અને આઇડિયાથી પણ આગળ નીકળી જશે. હવે માત્ર કેટલાંક ક્વાર્ટર્સની જ વાત છે. ત્રણ-ચાર મહિનામાં જિઓ તેમનાથી આગળ નીકળી જશે. ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બે દાયકા સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર એરટેલની પીછેહઠ ખરેખર નાટકીય છે. ગઇ સાલના મધ્ય સુધી એરટેલ જ દેશની નંબર વન ટેલિકોમ કંપની હતી, પરંતુ વોડાફોન-આઇડિયાના મર્જર બાદ તેનું પ્રથમ સ્થાન છીનવાઇ ગયું હતું.

You might also like