ઉદારતા અને પરોપકારની ભાવનામાં ભારતનું વૈશ્વિક રેન્કિંગ સુધર્યું

અાપણી સંસ્કૃતિ જરૂરિયાતમંદને મદદ કરવાની ભાવના અને પરોપકાર શીખવે છે, પરંતુ વૈશ્વિક દૃષ્ટિએ અાપણે બીજાને મદદ કરવાની ભાવનામાં છેક ૯૧મો રેન્ક ધરાવતા હતા. ચેરિટીઝ એઈડ ફાઉન્ડેશન દ્વારા ૨૦૧૭નો વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ બહાર પાડવામાં અાવ્યો છે એમાં અાપણે અા બાબતે પ્રગતિ કરી છે. અા વર્ષે ભારતનું સ્થાન દસ ડગલાં અાગળ વધીને ૮૧મું થયું છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે ચેરિટી અને પરોપરકારની સદ્ભાવનાનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે અાફ્રિકામાં પહેલાંની સરખામણીએ પરોપકારનું પ્રમાણ વધ્યું છે. અા રેન્કિંગના અાંકડાઓ ૧૩૯ દેશોના કુલ ૧,૪૬,૦૦૦ લોકોનો સર્વે કરીને તારવવામાં અાવ્યા છે.

You might also like